HomeAllમોરબી : પેપરના ભાવમાં વધારો અને શોર્ટ સપ્લાયને પગલે પેકેજિંગ બોક્સના ભાવમાં...

મોરબી : પેપરના ભાવમાં વધારો અને શોર્ટ સપ્લાયને પગલે પેકેજિંગ બોક્સના ભાવમાં 12 ટકાનો વધારો

મોરબી પેકેજિંગ એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય – પાર્થ બારૈયા પ્રમુખ તરીકે રિપીટ, રાજુ અમૃતિયાની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી

મોરબી : મોરબી પેકેજિંગ એસોસિએશનની સ્થાપનાને બે વર્ષ પૂર્ણ થતાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની વરણી કરવા સાથે પેપર મિલો દ્વારા કાગળના ભાવમાં કરવામાં આવેલા વધારા અને શોર્ટ સપ્લાયની સ્થિતિને ધ્યાનમાં રાખીને પેકેજિંગ બોક્સના ભાવમાં 12 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠક દરમિયાન એસોસિએશનના પ્રમુખ તરીકે પાર્થ બારૈયાને ફરી જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુ અમૃતિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

પેકેજિંગ ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર પેપર મિલો દ્વારા કાગળના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત પેપરની શોર્ટ સપ્લાયને કારણે જરૂરી માલ મેળવવા માટે એક મહિના સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે પેકેજિંગ ઉદ્યોગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિએશનની બેઠકમાં પેકેજિંગ બોક્સના ભાવમાં 12 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગ્રાહકોના અગાઉથી પેન્ડિંગ રહેલા ઓર્ડર જૂના ભાવ મુજબ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ મળતા નવા ઓર્ડર પર 12 ટકાનો ભાવ વધારો લાગુ કરવામાં આવશે.

એસોસિએશનના જણાવ્યા મુજબ પેકેજિંગ ઉદ્યોગકારોએ પોતાના ગ્રાહકોને નવા ભાવ વધારા અંગે જાણ કરી દીધી છે. પેપરના ભાવ અને સપ્લાયની વર્તમાન સ્થિતિને પગલે ઉદ્યોગની કામગીરી સુચારુ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments