
દ્વારકા : વ્રજ હોસ્પિટલ ખાતે આગામી રવિવાર, તા. 02 ઓગસ્ટ 2026ના રોજ વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ રહેશે. દર્દીઓ એક જ સ્થળે હાડકાં, પેટના રોગો, ચામડી, ફિઝિયોથેરાપી તેમજ આંખ સંબંધિત તકલીફો માટે નિષ્ણાત તબીબોની સલાહ અને સારવાર મેળવી શકશે.

હાડકાંના નિષ્ણાત ડો. અમિત નકુમ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી, પેટના રોગોના નિષ્ણાત ડો. પ્રકાશ ધારવીયા સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી તથા ચામડીના નિષ્ણાત ડો. નારણ બેલા સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી સેવા આપશે.

ફિઝિયોથેરાપી નિષ્ણાત ડો. હર્ષિતા લધાણી બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે આંખના નિષ્ણાત ડો. ગૌરવ પંડિત દરરોજ ફ્રી કેમ્પ અંતર્ગત સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 5:30થી રાત્રે 9 વાગ્યા સુધી સેવા આપશે.

વ્રજ હોસ્પિટલ નાયરા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા ખાતે આવેલી છે. નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લેવા તથા વધુ માહિતી માટે 9023757549 નંબર પર સંપર્ક કરી શકાશે. (અહેવાલ : અજય કાંજીયા)





















