HomeAllહોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં...

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.

ખનિજ સપ્લાય ચેઈન માટે દક્ષિણ કોરિયા અને ભારતનો નવો માસ્ટર પ્લાન

પ્રમુખ લીએ સ્પષ્ટ કર્યું હતું કે દક્ષિણ કોરિયા અને ભારત બંને પોતાની ઊર્જા જરૂરિયાતો, ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. આથી, પોતાના નાગરિકોની સુરક્ષા અને દેશના અસ્તિત્વ માટે આ દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે અનિવાર્ય છે. ઊર્જા સપ્લાય ચેઈનમાં વિવિધતા લાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે દક્ષિણ કોરિયા ભારત સાથે સતત સંપર્કમાં રહેશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સમાં વધશે સહયોગ

આ ઉપરાંત, દક્ષિણ કોરિયાના પ્રમુખે ક્રૂડ ઓઇલ અને ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં પણ ભારત સાથે નવું મોડેલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે સૂચવ્યું હતું કે દક્ષિણ કોરિયાની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ભારતના માઈનિંગ(ખાણકામ) તેમજ રિફાઈનિંગ ઉદ્યોગના સમન્વયથી એક સ્થિર સપ્લાય ચેઈન ઊભી કરી શકાય છે. આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંરક્ષણ, શિપબિલ્ડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments