HomeAllઈ -20 મુદ્દે આરોપો સામે અદાલત પહોંચ્યા નિતિન ગડકરી

ઈ -20 મુદ્દે આરોપો સામે અદાલત પહોંચ્યા નિતિન ગડકરી

નવી દિલ્હી: ઈ 20 પેટ્રોલ મામલે ફેલાવવામાં આવેલી ડીપ ફેક અને વાંધાજનક સામગ્રીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને બોમ્બે હાઈ કોર્ટમાંથી મળી ચૂકી છે . તેમણે ડીપ ફેક અને તેમના વિરૂદ્ધ શેર કરવામાં આવતા માનહાનિ ધરાવતી સામગ્રી વિરૂદ્ધ પગલું ભર્યું છે . કેન્દ્ર મંત્રીએ આ મામલે બોમ્બે હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી શરૂ કરી છે . જેમાં મેટા , એક્સ અને ગૂગલ જેવી મોટી કંપનીઓને દાયરામાં લેવાની મંજૂરી પણ મળી ચુકી છે .

કેસમાં એવી સામગ્રી સામેલ કરવામાં આવી છે જેમાં ગડકરી અને તેમના પરિવારને ઈથેનોલ સંબંધિત પ્રોફિટ્સને લઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે . આ અગાઉ ગડકરીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમના પરિવારના સભ્યો પાસે ખાંડની મિલ છે અને કંપની ઈથેનોલ ઉત્પાદન ઉપર નિર્ભર નથી .

RELATED ARTICLES

Most Popular

Recent Comments