HomeAllજાગૃત નગરસેવકો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી મોરબીમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને મળ્યો વેગ

જાગૃત નગરસેવકો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી મોરબીમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને મળ્યો વેગ

તમામ ૧૩ વોર્ડમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી: કોર્પોરેટરો, અધિકારીઓ અને સ્થાનિકોએ શ્રમદાન કરી સ્વચ્છ મોરબીના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો

મોરબી , રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા સ્વચ્છ ગુજરાત અને પ્લાસ્ટિક ફ્રી ગુજરાત અભિયાનને વધુ વેગ આપવા મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે શહેરના તમામ ૧૩ વોર્ડમાં ચૂંટાયેલા નગરસેવકો, મહાનગરપાલિકાના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ સહિયારા પ્રયાસોથી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન કરી સફાઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.

અભિયાન દરમિયાન વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો તેમજ સ્થાનિક નાગરિકો સાથે શ્રમદાન કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કોર્પોરેટરો અને અધિકારીઓએ જાતે સફાઈ કામગીરીમાં જોડાઈ નાગરિકોને સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા.

વોર્ડ નંબર ૯માં કોર્પોરેટર નવનિતભાઈ ભુદરભાઈ કુંડારિયા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, ભગવતીબેન મહેશભાઈ કુંડારિયા તથા નૂતનબેન હરસુખભાઈ વિડજાએ કાર્યકર્તાઓ સાથે મળીને સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. તેઓએ સ્થાનિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

મોરબીને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં મહાનગરપાલિકાની ટીમ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. તંત્ર દ્વારા નગરજનોને સતત સહયોગ આપી સ્વચ્છ મોરબીના નિર્માણમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments