HomeAllજસદણ પંથકની કલાનો ડંકો વાગ્યો : પટારી હસ્તકલાને GI ટેગ મળ્યું :...

જસદણ પંથકની કલાનો ડંકો વાગ્યો : પટારી હસ્તકલાને GI ટેગ મળ્યું : કારીગરો માટે રોજગારીનાં નવા દ્વાર ખુલ્યા

GI રજિસ્ટ્રી દ્વારા ગુજરાતના જસદણ પટારીની પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટે GI નોંધણી માટે મંજૂરી આપવામાં આવી છે, જે રાજકોટ જિલ્લાના જસદણ બ્લોકના કારીગરો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પેઢીઓથી પ્રચલિત, અનોખી હસ્તકલા ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કારીગરીનો પુરાવો છે.

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ (નાબાર્ડ)એ તેની ગ્રામ્ય વિકાસ નિધિ (GVN) હેઠળ GI નોંધણી મેળવવા અનુદાન સહાય દ્વારા ટેકો આપ્યો છે. આ સહાય GI ઉત્પાદનમાટે જાગૃતિ પેદા કરવા, દસ્તાવેજીકરણ અનેGI અરજી પ્રક્રિયા માટે પૂરી પાડવામાં આવી છે.આ નોંધણી પ્રક્રિયા Centre for Environent Education (CEE)ના માધ્યમથી કરવામાં આવી હતી.

આ પહેલા ગુજરાતમાં બે અન્ય ઉત્પાદનો-કચ્છમાં 2021-22 માં અમલમાં મુકાયેલ અજરખ બ્લોક પ્રિન્ટ (2021-22 માં મંજૂર ) અને અમલસાડ ચીકુ (નવસારી) (2021-22માં મંજૂર) માટે આ સહાય આપવામાં આવી હતી. આ બંનેની GI નોંધણી જે બંનેએ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી છે.

GI ટેગ મળવાથી હસ્તકલા ઉત્પાદકોને નકલ સામે હસ્તકલાને કાનૂની રક્ષણ પૂરું પાડે છે, તેના બજારને વધારે છે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વધુ સારી તકો ઉભી કરે છે. કૃષિ ઉત્પાદનોના કિસ્સામાં તે ખેડૂતો માટે બજાર જોડાણો ને મજબૂત પણ બનાવે છે.

નાબાર્ડના જણાવ્યા મુજબ આ ઓળખાણ પરંપરાગત જ્ઞાનને આગળ વધારવામાં મદદરૂપ થશે .સાથે સક્રિય ગ્રામીણ આજીવિકાને જાળવવામાં અને યુવા કારીગર સમુદાયોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નાબાર્ડ દ્વારા આ અગાઉ પણ ગુજરાતની અન્ય જાણીતી પ્રોડક્ટ્સને સક્રિય સહાય આપવામાં આવી છે. વર્ષ 2021-22 દરમિયાન કચ્છની પ્રખ્યાત ‘અજરખ બ્લોક પ્રિન્ટ’ અને નવસારીના ‘અમલસાડ ચીકુ’ માટે પણ GI નોંધણીની સફળ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ બંને ઉત્પાદનો આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવે છે.

નિષ્ણાતોના મતે, જસદણની પટારીને મળેલું આ ટેગ ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવાની સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments