HomeAllકોટડા(જડોદર) ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સાયબર ક્રાઈમ અને પોક્સો એક્ટ અંગે...

કોટડા(જડોદર) ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સાયબર ક્રાઈમ અને પોક્સો એક્ટ અંગે અપાઈ માર્ગદર્શન

તાલુકા કાનૂની સેવા સમિતિ નખત્રાણા, કચ્છ દ્વારા ગત તા. ૨૫/૦૫/૨૦૨૬ના રોજ કોટડા (જડોદર) ગામ ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નં. ૨ અને ૪ ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના ટેકનોલોજીના યુગમાં વધતા સાયબર ક્રાઈમ અંગે લોકોને સજાગ બનાવવાના હેતુસર તેમજ ચાઈલ્ડ મિસિંગ અને પોક્સો એક્ટ જેવી મહત્વપૂર્ણ કાનૂની બાબતો અંગે જનજાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં નખત્રાણા કોર્ટ તરફથી રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહેલા રવાપરના વિશાલ રવજીભાઈ બારમેડાએ સરળ અને સમજણસભર ભાષામાં વિવિધ કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપી હતી. તેમણે ખાસ કરીને સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો, બાળકોની સુરક્ષા સંબંધિત કાયદા અને મહિલાઓના હકો અંગે માર્ગદર્શન આપી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે તાલુકા કાનૂની સેવા સમિતિ નખત્રાણાના લિગલ આસિસ્ટન્ટ જ્યોતિબેન સુથાર, પી.એલ.વી. જયશ્રીબેન જોષી તથા પી.એલ.વી. મોહનબા પઢીયાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.

કાર્યક્રમ અંતે ઉપસ્થિત લોકોને કાનૂની સહાય અને અન્ય નિ:શુલ્ક સેવાઓ માટે નખત્રાણા કોર્ટ ખાતે કાર્યરત ઈ-સેવા કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી કાનૂની જાગૃતિ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments