વર્ષ 2026-27 માટે પ્રમુખ સચિન કોટેચા, સેક્રેટરી અલ્પેશ પુજારા અને ટ્રેઝરર જશવંત મીરાણીએ પદના શપથ લીધા

મોરબી: લાયન્સ ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલી લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગનો 47મો શપથવિધિ સમારંભ ‘સમર્પણ’ તા. 26 જુલાઈ, 2026ના રોજ મોરબીના હરભોલે બેન્કવેટ હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભમાં વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોએ પદ અને જવાબદારીના શપથ ગ્રહણ કર્યા હતા.


સમારંભમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232Jના ડીસી (વિઝન) પ્રદીપ ભુવા તેમજ ઇન્ડક્શન ઓફિસર તરીકે ડીસી (આઈટી) ધીરજલાલ આદ્રોજા ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ગેસ્ટ તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પીએમજેએફ ચંદ્રકાન્ત દફતરી, જીએટી ટીમ જીએમએ કોઓર્ડિનેટર એમજેએફ તુષાર દફતરી અને મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડિસ્ટ્રિક્ટ 3232J ઝોન-5ના ઝોન ચેરમેન કુતુબ ગોરૈયા અને લિઓ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લિઓ દીપ મણિયાર ઉપસ્થિત રહ્યા હતા.

નવા લાયન વર્ષ 2026-27 માટે પ્રમુખ તરીકે સચિન કોટેચા, સેક્રેટરી તરીકે અલ્પેશ પુજારા અને ટ્રેઝરર તરીકે જશવંત મીરાણીએ પદના શપથ લીધા હતા. નવા પ્રમુખ સચિન કોટેચાએ આગામી વર્ષ દરમિયાન ક્લબના સેવાકીય કાર્યોને વધુ વેગ આપી નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગત વર્ષના પ્રમુખ દિનેશ વિડજાએ તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ સેવાકીય કાર્યોની વિગતો રજૂ કરી હતી, જ્યારે સેક્રેટરી પિયુષ સાણજાએ ક્લબનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ગત વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી કરનાર સભ્યોને દિનેશ વિડજાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારંભના અંતે સેક્રેટરી અલ્પેશ પુજારાએ ઉપસ્થિત મહાનુભાવો, સભ્યો અને આમંત્રિતોનો આભાર વ્યક્ત કરી આભારવિધિ સંપન્ન કરી હતી.



















