
મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર એલપીજી સિલિન્ડર પર દેખાવા લાગી છે. ભારતની સામાન્ય જનતાને પણ એલપીજી ગેસની શોર્ટેઝનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે સરકારે ઘણા બદલાવ પાછલા મહિને લાગૂ કર્યા, જેથી લોકોને એલપીજી ગેસ મળતો રહે. સરકારે સ્થિતિને ધ્યાનમાં રાખતા અમુક મોટા ફેરફાર કર્યા છે, જેથી ગેસની સપ્લાય પર વધારે અસર ન પડે અને તકલીફને કંટ્રોલમાં રાખી શકાય. જો આપ પણ ઘર પર એલપીજીનો ઉપયોગ ખાવાનું બનાવવા માટે કરો છો, આ આપના માટે જરુરી સમાચાર છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અંતર્ગત એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગની વચ્ચેનો સમય વધારવાના છે. શહેરોમાં એક સિલિન્ડર બુકિંગ બાદ બીજો બુક કરવા માટે કમસે કમ 25 દિવસ રાહ જોવી પડશે. વળી ગ્રામિણ વિસ્તાર માટે 45 દિવસનો સમય નક્કી થઈ શકે છે. પણ જો કોઈ નિશ્ચિત સમય પહેલા બુકિંગ કરવાની કોશિશ કરશે તો સિસ્ટમ આપોઆપ તેને બ્લોક કરી દેશે.

ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમતો પર પણ મોટી અસર પડી છે. મેથી કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં એક સાથે લગભગ 1000 રુપિયાનો વધારો કરી દીધો છે. સરકારી તેલ કંપનીઓની વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વધારવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 993 રુપિયા વધી ગયા છે. આવા સમયે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 3071.50 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.

આ અગાઉ એલપીજી સિલિન્ડરના ભાવ એપ્રિલમાં બદલાયા હતા. ગેસ સિલિન્ડરના ભાવમાં 195.50 રુપિયાનો વધારો કર્યો હતો અને હવે આ વધારો પણ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ગ્લોબલ ઓયલની કિંમતોમાં ભારે ઉછાળાના કારણે થયો છે. આ ઉપરાંત બીજો એક બદલાવ એ છે કે એલપીજી સિલિન્ડરની ડિલિવરી માટે હવે ઓટીપી આધારિત સિસ્ટમને ફરજિયાત કરી દીધી છે.

જે અંતર્ગત ગ્રાહક ખાલી બુકિંગ અથવા રસીદ બતાવીને સિલિન્ડર મેળવી શકશે નહીં, પણ બુકિંગ બાદ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ડિલિવરી ઓથેંટિકેશન કોડ (OTP) બતાવવો જરુરી હશે. સરકાર અનુસાર, આ સિસ્ટમ પહેલાથી જ 94.5 ટકાથી વધારે ડિલિવરીમાં ઉપયોગ થઈ રહી છે. તેનાથી સિલિન્ડર યોગ્ય ગ્રાહક સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે. વળી જે એલપીજી ગ્રાહકોએ હજું સુધી eKYC પૂરું નથી કર્યું, તેમને એલપીજી સિલિન્ડર નહીં મળે. સાથે જ તમામ એલપીજી ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી એલપીજી અકાઉન્ટને લિંક રાખવું જરુરી છે.

એલપીજી સિલિન્ડરની સુરક્ષાને લઈ સરકારે ખાસ ધ્યાન આપ્યું છે. જે અંતર્ગત તમામ સિલિન્ડર માટે કડક સુરક્ષા તપાસ અને વેરિફિકેશન નિયમ લાગૂ કરી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારની લાપરવાહીથી બચી શકાય. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે સિલિન્ડર લેતી વખતે તેના સીલ, એક્સપાયરી ડેટ જરુરથી ચેક કરો અને નવો QR કોડ સ્કેન કરો. આ QR કોડવાળા સિલિન્ડરને સ્કેન કરી ગ્રાહક મેન્યુફેક્ચરિંગ ડેટ, છેલ્લે કરેલા લીકેજની તપાસ અને રીફિલનો સમગ્ર રેકોર્ડ આસાનીથી જોઈ શકે છે.

ગેસ બુકિંગ સર્વિસેસને પણ હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની કોશિશ થઈ રહી છે. જે અંતર્ગત લોકો હવે મોબાઈલ એપ, UPI અને વોયસ-અસિસ્ટેડ સેવાઓ દ્વારા આસાનીથી ગેસ બુક કરી શકે છે. આ મલ્ટી-ચેનલ સિસ્ટમનો ઉદ્દેશ્ય તમામ લોકોને સુવિધા આપવાનો છે, જેથી જે લોકો એપ્સનો ઉપયોગ નથી કરી શકતા, તે પણ સિંપલ ડિજિટલ રીતથી ગેસ સર્વિસેસનો ફાયદો ઉઠાવી શકે.

સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર સિસ્ટમને વધારે સારી બનાવી રહી છે, જેથી આર્થિક મદદ યોગ્ય અને જરુરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે. જે અંતર્ગત જે પરિવારોની આવક વધારે છે, તેમની સહાયતા રકમ ઓછી કરી શકાય છે, વળી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પહેલાની માફક પૂરતી મદદ સીધી તેમના બેન્ક ખાતામાં મળતી રહેશે, જેથી સરકારી યોજનાનો લાભ યોગ્ય રીતે લક્ષિત લોકો સુધી પહોંચી શકે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લોકોને એલપીજી સિલિન્ડરનો ફાયદો યોગ્ય રીતે આપવામાં આવી રહ્યો છે.





















