HomeAllમોરબી : ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ...

મોરબી : ઘુંટુ ઔધોગિક વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી : પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે તા. 06-05-2026ના રોજ જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી નિયત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભરતનગર એસ.એસ.થી નીકળતા મેક્સવર્લ્ડ અને પોઝિટિવ ફીડરમાં બપોરે 2:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જ્યારે ટિટાનિયમ ફીડરમાં સાંજે 5:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે દર્શાવેલ સમયગાળા દરમિયાન સંબંધિત ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જોકે મેન્ટેનન્સ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થશે તો પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે, તેમ પણ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments