HomeAllમકનસર ખાતે પાકિસ્તાની નાગરિકોના LTV રીન્યુઅલ અને નાગરિકત્વ સંબંધિત કામગીરી માટે ૧...

મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકોના LTV રીન્યુઅલ અને નાગરિકત્વ સંબંધિત કામગીરી માટે ૧ ઓગસ્ટે વિશેષ કેમ્પ

મોરબી: મોરબી તાલુકાના મકનસર વિસ્તારમાં રહેતા લોંગ ટર્મ વિઝા (LTV) ધારક પાકિસ્તાની નાગરિકોની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મકનસર ગામ ખાતે પ્રેમજીનગરની પાછળ તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ને શનિવારે બપોરે ૧૨:૦૦ કલાકે આ કેમ્પ યોજાશે. કેમ્પ દરમિયાન મકનસર વિસ્તારના LTV ધારક પાકિસ્તાની નાગરિકોના વિઝા રીન્યુઅલ તેમજ ભારતીય નાગરિકત્વ (સિટીઝનશિપ) મેળવવા સંબંધિત આનુષંગિક કામગીરી સ્થળ પર હાથ ધરવામાં આવશે.

મકનસર વિસ્તારમાં રહેતા સંબંધિત તમામ LTV ધારકોને આ વિશેષ કેમ્પનો લાભ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments