HomeAllમોરબી ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન’ની મુલાકાતે કલેક્ટર સ્વપ્નિલ ખરે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિની કરી...

મોરબી ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન’ની મુલાકાતે કલેક્ટર સ્વપ્નિલ ખરે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિની કરી સમીક્ષા

મોરબી, તા. 19 જૂન 2026: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને તેમજ સરકારી કચેરીઓની કામગીરી પારદર્શી, જવાબદાર અને લોકાભિમુખ રહે તેવા હેતુથી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી ‘બી ડિવિઝન પોલીસ સ્ટેશન’ની મુલાકાત લેવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ સ્ટેશનના વિવિધ રજીસ્ટર્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને કાયદાકીય પ્રક્રિયાઓ અને કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત, તેમણે પોલીસ મથકમાં કાર્યરત વિવિધ વિશિષ્ટ શાખાઓની મુલાકાત લઈને તેમની કામગીરીની સમીક્ષા કરી હતી.

કલેક્ટરે ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધી કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશન પરિસરની સુરક્ષા વ્યવસ્થા તેમજ આંતરિક સ્વચ્છતાનું પણ બારીકાઈથી અવલોકન કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદો અને અરજીઓ સાથે આવેલા નાગરિકો સાથે પણ કલેક્ટરે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમણે અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને નાગરિકોને સમયસર અને યોગ્ય પ્રતિસાદ મળે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી.

કલેક્ટરની આ મુલાકાત દ્વારા પોલીસ તંત્રની કામગીરીની સમીક્ષા સાથે નાગરિકકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું હોવાનું જાણવા મળે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments