HomeAllમોરબી ITI ખાતે રૂ. 12.10 કરોડના ખર્ચે અદ્યતન બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત, વિદ્યાર્થીઓને...

મોરબી ITI ખાતે રૂ. 12.10 કરોડના ખર્ચે અદ્યતન બોયઝ હોસ્ટેલનું ખાતમુહૂર્ત, વિદ્યાર્થીઓને મળશે આધુનિક રહેણાંક સુવિધા

રબી : મોરબી જિલ્લાના કૌશલ્યલક્ષી શિક્ષણને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે બહારગામથી અભ્યાસ માટે આવતા તાલીમાર્થીઓને આધુનિક રહેણાંક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી રૂ. 12.10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન નવી હોસ્ટેલ સુવિધા વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર રહેણાંક વ્યવસ્થા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

નવીન હોસ્ટેલ ભવનના નિર્માણથી ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી ટેકનિકલ શિક્ષણ માટે મોરબી આવતા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા સરળ બનશે, જેના પરિણામે તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પ્રોજેક્ટનું નિર્માણ નિયત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર અને સંસ્થા દ્વારા જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.

આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, આઈટીઆઈના પ્રિન્સિપાલ માયાબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments