HomeAllમોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય...

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની રોટરીગ્રામ (અમરનગર) પ્રાથમિક શાળાના શિક્ષક અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વાલજીભાઈ સરડવાનો ભવ્ય વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી તાલુકાની રોટરીગ્રામ અમરનગર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી મણિલાલ વાલજીભાઈ સરડવાનો અનેક મહેમાનોની ઉપસ્થિતિમાં વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જીલ્લામાં શૈક્ષણિક ફલક પર જેમનું અદકેરું નામ છે એવા મણિલાલ સરડવાનો વિદાય સન્માન કાર્યક્રમ અદભુત અને અલૌકિક રહ્યો હતો. ખાસ તેમના વિદાયમાં સન્માન કાર્યક્રમમાં શૈક્ષીક મહાસંઘ મોરબી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના તમામ તાલુકાના ટી.પી.ઈ.ઓ, કે.ની., બી.આર.સી. અને સી.આર.સી.ઓ ઉપસ્થિત રહ્યાં. આ ઉપરાંત મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, મંત્રી જયંતીભાઈ વિડજા, ઉમિયા માનવસેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, ગામના સરપંચ, એસ.એમ.સી.ના અધ્યક્ષ સહિતના હાજર રહ્યા હતા.

ઉલેખનીય છે કે, 1986 માં પી.ટી.સી કરીને ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં મણીભાઈ સરડવાએ પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની સફર શરૂ કરી અને ત્યાર બાદ માળિયાના વાધરવા, ખાનપર, દાદાશ્રીનગર (અ.) પ્રાથમિક, રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં તેઓએ ફરજ બજાવી હતી. તેઓને નિવૃતિ વિદાયમાન સાથે શેષ જીવન દીર્ઘ અને તંદુરસ્ત બની રહે તેવી સહુકોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તેઓએ અત્યાર સુધીમાં 52 વખત રક્તદાન કર્યું છે. અને અનેકવિધ સેવકીય કામ અને સંસ્થાઓની સાથે જોડાયેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments