
રાજયભરમાં ચાલી રહેલા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત મોરબી ખાતે એલીટ સ્કુલમાં યોજાયેલા પ્રશિક્ષણ વર્ગમાં વાંકાનેરના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદેદારોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

‘સંગઠન ગઢે ચલો, સુપથ પર બઢે ચલો, ભલા હો જિસમે દેશ કા વો કામ સબ કિયે ચલો’ના પ્રેરક સૂત્ર સાથે યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠન મજબૂત બનાવવા કાર્યપધ્ધતિને વધુ અસરકારક બનાવવા, જનસેવા, સુશાસન, રાષ્ટ્રપ્રથમની ભાવના અને સરકારની જન કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ અવસરે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ ગોસ્વામી, જીલ્લા મહિલા મોરચા મહામંત્રી પ્રજ્ઞાબા ઝાલા, કોર્પોરેટર હર્ષિતભાઈ સોમાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાંતિભાઈ કુંઢીયા, સંજયભાઈ જાડા તથા ગીતાબેન દોશી સહિતના આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી હતી.

પ્રશિક્ષણ દરમિયાન સંગઠનની વિચારધારા, સેવા, સમર્પણ અને શિસ્તના મૂલ્યોને વધુ મજબૂત બનાવી આવનારા સમયમાં પ્રજાની વચ્ચે વધુ અસરકારક રીતે કાર્ય કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવી હતી.


























