મોરબીમાં હિમસન આર્ટિસ્ટ ફેડરેશન અને માનવ અધિકાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંગીતપ્રેમી જનતા માટે સ્વર સમ્રાટ અને સંગીતના શહેનશાહ સ્વ. મહંમદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ‘આજ કી શામ સંગીત કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંગીતમય કાર્યક્રમ તા. 31 જુલાઈ 2026, શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે વેદેહી પાર્ટી પ્લોટ, રવાપર ગામ પછી, ધુનડા રોડ, મોરબી ખાતે યોજાશે.

કાર્યક્રમમાં ‘શાગુન મ્યુઝિકલ બેન્ડ’ના પરેશ નિમાવતના સંગાથે મોરબી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રસિદ્ધ કલાકારો પોતાના સૂરો દ્વારા સ્વ. રફી સાહેબ સહિત સ્વ. મુકેશ, સ્વ. કિશોરકુમાર, સ્વ. લતાજી અને સ્વ. આશાજીના મધુર કંઠે ગવાયેલા યાદગાર ગીતોની સુરાવલી રજૂ કરી સંગીતપ્રેમીઓને જૂના સુવર્ણ યુગની યાદ અપાવશે.

હિમસન આર્ટિસ્ટ ફેડરેશન મોરબીના સ્થાપક લાલજીભાઈ મહેતા, પ્રમુખ રામભાઈ મહેતા તેમજ માનવ અધિકાર ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ સંગીતપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.






















