HomeAllમોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખાની મોન્સૂન દરમ્યાન મચ્છરજન્ય રોગ અટકાવ કવાયત

મોરબી મહાનગરપાલિકાની મેલેરિયા શાખાની મોન્સૂન દરમ્યાન મચ્છરજન્ય રોગ અટકાવ કવાયત

મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામા આવી હતી

તેમજ ખુલ્લી ગટર તેમજ વોકળામા મચ્છર ના થાય તે માટે દવા છંટકાવ તથા ફોગીંગ સહિત ની કામગીરી કરવામા આવી હતી.
મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમા સુવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખુ શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધિયાર પાણી વહેતુ કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેંન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here