
મોરબી: મહાનગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રવિભાઈ સનાવડા તેમજ ટાઉન પ્લાનિંગ એન્ડ સિટી ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે રિશિપભાઈ કૈલાની નિમણૂક કરવામાં આવી છે.

મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવા બદલ રવિભાઈ સનાવડા અને રિશિપભાઈ કૈલાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બંને ચેરમેન પોતાના અનુભવ અને કાર્યક્ષમતાથી મોરબી શહેરના વિકાસ, સુવિધાઓના વિસ્તરણ તેમજ સુવ્યવસ્થિત શહેરી આયોજનને નવી દિશા આપશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બંનેના કાર્યકાળ દરમિયાન મોરબી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.






















