HomeAllમોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી

મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી

મોરબીના: નવલખી રોડ પર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મંદિરના પ્રાંગણમાં છેલ્લા 26 વર્ષથી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે

દર વર્ષની જેમ આ વખતે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 75 થી વધુ બાળાઓ માં નવદુર્ગાની ભક્તિ અને આરાધના કરી અવનવા રાસ લોકોની સમક્ષ રજૂ કરતી હોય છે.

હાલમાં અર્વાચીન દાંડીયા રસનો યુગ છે ત્યારે પ્રાચીન પરંપરાને મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળ દ્વારા જાળવી રાખવામા આવી છે અને આ ગરબીમાં જાણીતા ભજનિક અને ગાયીક રિટાબેન ગોસ્વામી દ્વારા ગરબા ગાવવામાં આવે છે અને બાળકો દ્વારા રાસ રજૂ કરવામાં આવેલ છે.

આ ગરબીમાં થતી દાનની આવક શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મધ્યમ વર્ગની દિકરીના સમુહલગ્નના સેવાકાર્યમા વાપરવામાં આવે છે અને આ ગરબીનું સંચાલન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરના સેવાભાવી ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments