HomeAllમોરબી મહાપાલિકામાં પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરાની વરણી...

મોરબી મહાપાલિકામાં પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરાની વરણી : જુના જોગીઓના નામ ઉપર કાતર

મોરબી મહાપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જેથી કરીને મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચૂંટણીમાં વિપક્ષ જેવુ કશું છે જ નહીં પરંતુ ભાજપની આંતરિક ખેંચતાણના લીધે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા હતી કે કોણ મોરબી મહાપાલિકાના મેયર બનશે પરંતુ આજે મોરબી મહાપાલિકામાં ચૂંટાયેલા સભ્યોની પહેલી બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચુંટણી યોજાઇ હતી અને આ ચૂંટણીમાં મેયર પદે ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા ચૂંટાઈ આવેલ છે.

મોરબી મહાપાલિકાની નવી બિલ્ડિંગમાં બીજા માળે હોલમાં આજે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને મહાપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મહાપાલિકાના ભાજપના 52 એ 52 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.

અને આ પ્રથમ બેઠકમાં મહાપાલિકાના સભ્યોમાંથી પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી નિયમાનુસાર કરવામાં આવી હતી જેમાં છેલ્લી ઘડીએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફ મેયર અને ડેપ્યુટી મેયર માટે મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જો કે, મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી યોજાઈ તે પહેલા રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઉલેખનીય છે કે, મોરબી મહાપાલિકાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી જ મોરબીમાં મેયર પદ માટે ત્રણ નામની ચર્ચામાં હતા જેમાં ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા અને ગણેશભાઈ ડાભીના નામનો સમાવેશ થતો હતો. અને મોરબીના મેયર પદ માટે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબીના બે નેતાઓ વચ્ચે બોલાચાલી થયેલ હતી .

જેથી મોરબીમાં મેયર કોની તરફના આવશે તે સૌથી મોટો સવાલ હતો કેમ કે, આગામી વર્ષ 2027 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ત્યારે ધારાસભાની ટિકિટ માટે મેયરની ભલામણ ખૂબ જ મહત્વની બની રહે છે જેથી કરીને મેયર લાગુ પડતાં નેતાના સમર્થક આવે તેના માટેની ભારે ખેંચતાણ કરવામાં આવી હતી.
જો કે, ભાજપ દ્વારા સામાન્ય રીતે જેના નામ વધુ ચર્ચામાં હોય અથવા તો જે તે શહેર જીલ્લામાં રાજકીય ખેચતાણ હોય છે.

તેવા કિસ્સાઓમાં પદાધિકારીના નામમાં સરપ્રાઇસ આપવામાં આવતી હોય છે આવો જ ઘાટ આજે મોરબી મહાપાલિકાના મેયર પદના નામ માટે જોવા મળ્યો છે. અને મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર ઉતમભાઈ સુરાણી, પ્રથમ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંભિયા, શાસક પક્ષના નેતા અર્પિતાના જાડેજા અને દંડક જયેશભાઈ દેસાઈ ના નામ જાહેર કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments