HomeAllમોરબી મનપા આશ્રયગ્રહ ખાતે આશ્રીતો માટે ઇ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો

મોરબી મનપા આશ્રયગ્રહ ખાતે આશ્રીતો માટે ઇ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે

મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા. 6 મેં ના રોજ આશ્રિતો માટે બાંધકામ શ્રમિક વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખા ના સહયોગ થી ઈ- નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું.

બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને ઈ-નિર્માણ યોજનાના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ઈ-નિર્માણ કાર્ડની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી હતી આ કેમ્પમાં કુલ 17 જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બાંધકામ શ્રમિક વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments