HomeAllમોરબી મનપાની ડોગ સેલ્ટર બનાવવાની અને વેક્સિનેશન કામગીરી શરૂ

મોરબી મનપાની ડોગ સેલ્ટર બનાવવાની અને વેક્સિનેશન કામગીરી શરૂ

મોરબીમાં રજડતા કૂટરોના આતંક વધી ગયો છે અને થોડા દિવસો પહેલા એક જ દિવસમાં 20 થી વધુ લોકોને કૂતરાએ બચકાં ભરી લીધા હતા જેથી હાહાકાર મચી ગયો હતો તેવામાં હવે મોરબી મનપા દ્વારા નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે

અને આગામી દિવસોમાં કુતરાઓનું વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસનનું કામ પણ શરૂ કરવામાં આવશે. મોરબી શહેરમાં રખડતા કૃતરાના ત્રાસને નિયંત્રણમાં લેવા માટે મનપા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

કુતરાઓના ત્રાસ તેમજ વસ્તીને નિયંત્રણમાં લેવા માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈજેસન ટૂંક સમયમાં કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા પેટડોગનુ રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. અને હાલ સુધીમાં 44 પેટડોગ ઓનરના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેથી અધિકારી દ્વારા મોરબીના લોકોને અપીલ કરીને તેઓના પેટડોગનુ રજીસ્ટ્રેશન કરવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments