HomeAllમોરબી : પુષ્ય નક્ષત્ર નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

મોરબી : પુષ્ય નક્ષત્ર નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

મોરબી, તા. 18 જૂન 2026: પુષ્ય નક્ષત્રના પાવન અવસરે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ, રાજકોટના સહયોગથી મોરબી ખાતે 0 થી 15 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શહેર તથા આસપાસના વિસ્તારના તમામ વાલીઓને પોતાના બાળકોને આ આરોગ્યલક્ષી લાભ અપાવવા માટે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તા. 18 જૂન 2026, ગુરુવારના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશન ટીપાં નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ, મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવશે.

મોરબીમાં યોજાતા આ સુવર્ણપ્રાશન કેમ્પમાં દર વખતે અંદાજે 150 જેટલા બાળકો લાભ લેતા હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. શહેરમાં યોજાતા વિવિધ કેમ્પોમાં આ કેમ્પને વિશેષ પ્રતિસાદ મળતો રહ્યો છે. વધુમાં વધુ બાળકો સુધી આ આરોગ્યલક્ષી લાભ પહોંચે તે માટે મીડિયા તથા સમાજના વિવિધ વર્ગોના સહયોગ બદલ આયોજકોએ આભાર વ્યક્ત કર્યો છે.

કેમ્પનું સ્થળ વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર પાસે, રવાપર રોડ, મોરબી રાખવામાં આવ્યું છે. કેમ્પ તા. 18 જૂન 2026, ગુરુવારના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર 94272 13999 પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments