HomeAllમોરબી સિવિલમાં બંધ મશીનો-લિફટને તાત્કાલીક ચાલુ કરવા કલેકટરનો આદેશ

મોરબી સિવિલમાં બંધ મશીનો-લિફટને તાત્કાલીક ચાલુ કરવા કલેકટરનો આદેશ

મોરબી સિવિલ હોસ્પિટલની કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરવામાં આવી હતી ત્યારે હોસ્પિટલમાં આવતા જિલ્લાભરના દર્દીઓ સાથે કલેકટરે વાત કરી હતી. અને તેઓને કેવી સારવાર મળે છે તેની પણ માહિતી મેળવી હતી. આ વિઝિટ દરમ્યાન હોસ્પિટલમાં બંધ પડેલ મશીન તેમજ લિફટને તાત્કાલિક ચાલુ કરવા માટેનો કલેકટરે આદેશ કર્યો હતો.

કલેકટર સ્વપ્નિલ ખરે ગુરુવારે સિવિલ હોસ્પિટલે પહોચ્યા હતા. ત્યારે સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રદીપ દૂધરેજિયા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા. આ તકે કલેકટરે સિવિલ હોસ્પિટલમાં આંખ, ઈમરજન્સી, સીટીસ્કેન અને ઓર્થોપેડિક સહિતના વિભાગ અને દરેક વોર્ડની વિઝિટ કરી હતી અને ત્યાં દર્દીઓને મળતી સુવિધા અને સારવાર વિષેની અધિકારી અને દર્દીઓ પાસેથી માહિતી મેળવી હતી. સિવિલના નર્સિંગ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી ત્યાર બાદ દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળે તેના માટે સ્ટાફને શ્રેષ્ઠ કામગીરી કરવા માટેની સૂચના આપી હતી.

કલેક્ટરે સિવિલની રોગી કલ્યાણ સમિતિ સાથે મીટીંગ કરી હતી અને આરોગ્યની સેવાઓનું સ્તર ઊંચું લાવવા માટેના પ્રયાસો કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં કેટલાક મશીનો બંધ હતા તેને ઝડપથી ચાલુ કરવા માટેની સૂચના આપી હતી. અને બંધ પડેલી લિફ્ટને પણ ચાલુ કરવા માટે કહ્યું હતું. તેમજ ઉનાળામાં દર્દીઓ અને તેના સગા સબંધીઓને પીવા માટેનું પાણી મળી રહે તેના માટેની પણ વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments