
મોરબી : ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આવનારી તારીખ 19 એપ્રિલ 2026ના રોજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે બપોરે 03:00 વાગ્યે ગાયત્રી મંદિર, વાઘપરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા મોરબીના મુખ્ય રાજમાર્ગો પર ફરી સાંજે 07:30 વાગ્યે શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે.

ત્યારબાદ શ્રી પરશુરામ ધામ ખાતે સાંજે 07:30 વાગ્યે મહાઆરતી, અન્નકૂટ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા મોરબીના તમામ ભુદેવોને સહપરિવાર ઉપસ્થિત રહી શોભાયાત્રા અને મહાઆરતીના દિવ્ય લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

















