કમિશનર સંગીતા રૈયાણીના આદેશે શહેરના 13 વોર્ડમાં વોર્ડવાઈઝ તપાસ—કુલ 1700 ફરિયાદોના ઝડપી નિકાલનું લક્ષ્ય

મોરબી : વરસાદ બાદ શહેરના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાની ફરિયાદો વધતાં મોરબી મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના આદેશથી 3 દિવસની સ્પેશિયલ નાઈટ ડ્રાઈવ શરૂ કરી છે. પાલિકાને બંધ અથવા ખામીયુક્ત લાઈટ અંગે લગભગ 1700 ફરિયાદો મળી છે. ઝુંબેશના પ્રથમ દિવસે લગભગ 400 ફરિયાદો પર કાર્યવાહી થઈ અને સ્થળ પર જ 214 લાઈટો ફરી શરૂ કરાઈ.

કમિશનરની સૂચના મુજબ શહેરના તમામ 13 વોર્ડમાં રાત્રિના સમયમાં ટીમો જઈને કઈ લાઈટો બંધ છે અને શા માટે બંધ છે તેની તપાસ કરી રહી છે. જ્યાં શક્ય હોય ત્યાં તાત્કાલિક રિપેર કરીને લાઈટો સ્થળ પર જ ચાલુ કરવામાં આવી રહી છે.

બાકી રહેલી ફરિયાદોમાં, જ્યાં મોટો ફોલ્ટ હશે અથવા નવી લાઈટ લગાવવાની જરૂર પડશે, ત્યાં આવનારા દિવસોમાં કામગીરી હાથ ધરાશે. સંગીતા રૈયાણી મુજબ, આ ડ્રાઈવનો હેતુ તમામ લગભગ 1700 ફરિયાદો પર યોગ્ય ધ્યાન આપી ઝડપી નિકાલ લાવવાનો છે જેથી વરસાદ બાદ શહેરીજનોને અંધારાનો સામનો ન કરવો પડે.






















