વરસાદ બાદ રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સંપ પર ક્લોરિનેશન ચેક કરી, અમુક ઘરોમાંથી પણ નમૂનાઓ લીધા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરની જુદી જુદી જગ્યાઓ પરથી પાણીના 41 સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ કરાવી. આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાહુલ કોટડીયાના અનુસાર તમામ નમૂનાઓ પ્રમાણભૂત નીવડ્યા છે અને પીવાલાયક છે. તપાસમાં ક્યાંય અશુદ્ધ પાણી મળ્યું નથી.

વરસાદ પછી રોગચાળો ન ફેલાય તે માટે કમિશનર સંગીતા રૈયાણીની સૂચનાથી શહેરમાં પાણી વિતરણ થતા સંપ પર ક્લોરિનેશનની કામગીરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમુક રહેણાંક ઘરોમાંથી પણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેના રિપોર્ટ પણ યોગ્ય આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું.























