HomeAllસૌરાષ્ટ્ર - ગુજરાતમાં હળવો - મધ્યમ વરસાદ પડશે

સૌરાષ્ટ્ર – ગુજરાતમાં હળવો – મધ્યમ વરસાદ પડશે

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં: ચારેક દિવસ વરસાદ પડયા બાદ જોર ધીમુ પડયુ છે. છતાં હજુ આવતા દિવસોમા છુટાછવાયા ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. લો-પ્રેસર સીસ્ટમ સંલગ્ન સાયકલોનીક સરકયુલેશનનાં પ્રભાવ હેઠળ પ્રવર્તમાન વરસાદી માહોલ રહી શકે છે. તેઓએ તા.23 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં કહ્યું કે, ગુજરાત રીજીયનમાં અલગ-અલગ દિવસોએ હળવો-મધ્યમ વરસાદ થશે. વરસાદી માત્રા જુદી જુદી 50 ટકા ભાગોમાં 25 મીમી સુધી તથા બાકીના 50 ટકા વિસ્તારોમાં 25 થી 50 મીમી વરસાદ થઈ શકે છે.

અમુક છુટાછવાયા ભાગોમાં 50 મીમીથી વધુ પાણી વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 ટકા વિસ્તારમાં 25 મીમી સુધી તથા બાકીના 57 ટકા ભાગોમાં 25 થી 50 મીમી વરસાદ શકય છે. અમુક સ્થળોએ પશ્ચિમી સૌરાષ્ટ્રમાં 75 મીમીથી પણ વધુ વરસાદ શકય છે. હવામાનના પરિબળો વિષે તેમને કહ્યું કે,19 સપ્ટેમ્બર 2026ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા 17 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 0530 કલાકે IST મુજબ એ જ વિસ્તારમાં યથાવત રહ્યું હતું.

તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરના લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને બીકાનેર, બરેલી, ગોરખપુર, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરાયેલી છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય-ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફના સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. તેની ધરી સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ, આશરે 28ઓગ અક્ષાંશની ઉત્તરે 64 E રેખાંશની આસપાસ આવેલી છે.

અપેક્ષિત પરિબળ આ આગાહી સમયગાળાના અંત પહેલા બંગાળની ખાડી પર એક નવું લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. આગાહી સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં બાકી રહેલા લો પ્રેશર અને તેની સાથે સંકળાયેલા 850 hPa તથા 700 hPa પરના UAC/ટ્રફને કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હજુ યથાવત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments