HomeAllમોરબીમાં બોર્ડની પુરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ

મોરબીમાં બોર્ડની પુરક પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા અર્થે બેઠક યોજાઇ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 11 જૂન થી 20 જૂન, 2026 દરમિયાન આયોજિત ધો.10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાઓ મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુચારુ વાતાવરણમાં યોજાય તે માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ પૂરક પરીક્ષાની કામગીરીને અત્યંત ગંભીરતાથી લઈ તમામ જરૂરી તકેદારી રાખવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. પરીક્ષાના દિવસો દરમિયાન પી.જી.વી.સી.એલ. (PGVCL) વિભાગ દ્વારા અવિરત વીજ પુરવઠો, એસ.ટી. વિભાગ દ્વારા નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગ તરફથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવા અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

ધો.10 ના ઝોનલ અધિકારી શૈલેષભાઈ મેરજા અને ધો.12 ના ઝોનલ અધિકારી ભાવેશભાઈ ભાલોડીયાએ ‘પાટા એપ્લિકેશન’ (PATA Application) તેમજ અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મોરબી જિલ્લામાં કુલ 9 બિલ્ડિંગના 70 બ્લોકમાં કુલ 1,855 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments