

મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 2 હોસ્પિટલના સ્ટાફ અને 1 પેટ્રોલ પંપના કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીમાં ફાયર પ્રિવેન્શનની કામગીરીના ભાગરૂપે સમાજવાડીઓ, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગોના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ ફાયરની ટીમે કર્યું હતું. જેમાં ફાયર ગઘઈ ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને નોટિસ આપવામાં આવી હતી .

અને પ્રિવેન્શનને લગતી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. છેલ્લા દિવસોમાં ફાયર વિભાગને 2 રેસ્ક્યુ કોલ અને 7 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના કોલ મળ્યા હતા, જેમાં ફાયરની ટીમે ફાયર ફાઈટીંગ કરીને લોકોને જાન માલને બચાવી લીધેલ છે. અને મોરબીમાં કોઈપણ સ્થળે ઇમરજન્સી હોય તો તાત્કાલિક મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના સંપર્ક નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા માટે ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યુ છે.


























