HomeAllમોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો :...

મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો : સામસામે ફરિયાદ

મોરબીના સોઓરડી વિસ્તારમાં ત્રિમંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને સમાજમાં બદનામ કરવા માટે તે દારૂ વેચતો હોવાની ખોટી વાતો એક શખ્સ દ્વારા કરવામાં આવતી હતી જેથી યુવાને તેની સાથે જવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે પક્ષેથી પણ મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ કરેલ છે

સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ ચામુંડાનગર શેરી નં.1 માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ જેઠાભાઇ ચાવડા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવા છતાં આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી હતી અને પોતાની સાથે આવવાનું કહ્યું હતું.

જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તું મને બધી જગ્યાએ ખોટી વાત કરીને બદનામ કરે છે જેથી મારે તારી સાથે આવું નથી તેવું કહેતા આરોપીને ટુકડો ઉપાડીને ફરિયાદીને મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં માળિયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર સામે રહેતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (44)એ મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુ ગૌતમભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સમાજ સેવાનું કામ કરે છે.

અને સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા સમાજને માહિતગાર કરે છે જો કે, આરોપી જયુ સોલંકીના પિતા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેથી બંને આરોપીઓને તે સારું નહીં લગતા ઢીકાપાટુનો મારમાર્યો હતો. યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments