
વિજ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નક્કી કરાયેલ સમયગાળા દરમિયાન ભાડિયાદ ફીડર હેઠળ આવતા સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર સહિતના વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

મેન્ટેનન્સ કામગીરી દરમિયાન વીજ લાઈન, ટ્રાન્સફોર્મર, સાધનોની તપાસ, મરામત તથા સુરક્ષાને લગતી જરૂરી કામગીરી કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગ્રાહકોને વધુ સારી અને સતત વીજ સેવા મળી શકે.

વિજ વિભાગે સંબંધિત વિસ્તારોના રહેવાસીઓ, વેપારીઓ તથા ઉદ્યોગકારોને અગાઉથી જરૂરી આયોજન કરી લેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને પાણી સંગ્રહ, ઘરગથ્થુ ઉપકરણો, વેપારિક કામકાજ તથા અન્ય જરૂરી સેવાઓ માટે પૂર્વ તૈયારી રાખવા જણાવાયું છે.

વધુમાં વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મેન્ટેનન્સ કામગીરી સમય પહેલા પૂર્ણ થઈ જાય તો કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. તેથી નાગરિકોને વીજ ઉપકરણો સાવચેતીપૂર્વક ઉપયોગમાં લેવા અને વીજ લાઈન નજીક અનાવશ્યક અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

























