HomeAllમોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ,...

મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગરના ઢાળ પાસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક દેશી દારૂનું વેચાણ થતું હોવાની અગાઉ અનેક વખત ફરિયાદો ઉઠી છે ગત તા 8/5 ના રોજ સ્થાનિક લોકો દ્વારા આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી .

તેમ છતાં તે વિસ્તારની અંદર દેશી વેચાણ થતું હોવાની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 10 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

પોલીસ દ્વારા દારૂના જથ્થાને કબજે કરવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં દિનેશ સોમાભાઈ પુરબીયા (37) રહે વિદ્યુતનગર મફતિયાપરા મોરબી વાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે . સ્થાનિક લોકો દ્વારા અવારનવાર દારૂના દુષણને ડામવા માટે રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે

આ દૂષણ ને હવે ડામવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યુતનગર અને હરિઓમ પાર્ક સોસાયટીના લોકો રાજકોટના રેન્જ આઇજી ને રજૂઆત કરવા માટે જશે તેવું જણાવ્યું છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments