HomeAllમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા આપ્યો સંદેશ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા આપ્યો સંદેશ

વર્તમાન સમયમાં સમાજમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા.

તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી કોમલ ઠક્કરે સ્કાય મલ્ટીપ્લેક્સમાં સંઘવી એન્ડ સન્સના શોમાં હાજરી આપી હતી. આ વેળાએ તેઓ ગરબે પણ ઘૂમ્યા હતા. તેઓએ લોકોનેં જણાવ્યું હતું કે આ મુવી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે, આપણા જીવનમાં પરિવારનું શું મહત્વ છે અને સયુંકત કુટુંબથી શું લાભ થતા હોય છે. તો વડીલો અને બાળકો સાથે મળીને આ મુવી અચૂક જોવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here