HomeAllમોરબીના 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ : 5 વોર્ડમાં 2-2 મશીન મૂકાશે

મોરબીના 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ : 5 વોર્ડમાં 2-2 મશીન મૂકાશે

મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષના ઉમેદવારો અને ભાજપથી નારાજ પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી 4 ફોર્મ પાછા ખેંચવામાં આવેલ છે જેથી જો કે, 13 પૈકીનાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ છે જેમાં વોર્ડ નંબર 3, 6 અને 13 નો સમાવેશ થયા છે. અને જો અન્ય વોર્ડની વાત કરીએ તો મહાપાલિકાના કુલ વોર્ડમાંથી 1 વોર્ડમાં 11, 2 વોર્ડમાં 15, 4 વોર્ડમાં 13 અને 3 વોર્ડમાં 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જેથી માત્ર 8 દિવસના ચૂંટણી પ્રચારમાં વધુમાં વધુ મતદારો સુધી પહોચવા માટે તમામ ઉમેદવારોએ પોતાના વોર્ડને ખૂંદવાનું શરૂ કરી દીધું છે. વધુમાં ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે દરેક બેલેટ યુનિટની અંદર 14 ઉમેદવાર હોય તો તેના નામ, 15 મું નોટાનું બટન તથા 16 મુ રજીસ્ટ્રેશનનું બટન આમ કુલ 16 બટન આપવામાં આવતા હોય છે જોકે આ વખતે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં જુદા જુદા પાંચ વોર્ડ એવા છે કે જેમાં 15 થી 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેથી આ વોર્ડની અંદર દરેક બૂથમાં એક કંટ્રોલ યુનિટ અને બે-બે બેલેટ યુનિટ મૂકવામાં આવશે અને પહેલા બેલેટ યુનિટના 14 ઉમેદવારો સુધીના નામ હશે જ્યારે 15 અને 16 માં ઉમેદવારના નામ જે તે વોર્ડમાં મુકાયેલ બીજા બેલેટ યુનિટમાં હશે.

આ ઉપરાંત પહેલા યુનિટની અંદર નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન બંધ કરવામાં આવશે અને બીજા યુનિટની અંદર જે નોટાનું બટન તથા રજીસ્ટ્રેશનનું બટન હશે તેને કાર્યરત રાખવામાં આવશે આમ જે વોર્ડમાં 15 કે 16 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યાં મતદાન કરવા માટે જતા મતદારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તે લોકોએ બે નંબરના બેલેટ યુનિટીની અંદર જે રજીસ્ટ્રેશન બટન આપ્યું હશે તેને દબાવ્યા પછી જ તેઓના મત રજીસ્ટર થશે.

કયા વોર્ડમાં કોણ કોણ છે ઉમેદવાર
વોર્ડ 1
ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા
કોંગ્રેસ: લક્ષ્મીબેન નવઘણભાઈ વેરાણા, દિનેશભાઇ કલાભઈ સેરસિયા, વસંતભાઇ લાલજીભાઇ કંઝારીયા, જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની
આપ: નીતાબેન પ્રભાતભાઈ ચાવડા, દીપકભાઈ દેવાભાઈ ડાભી, ઝંખના દિવ્યેશભાઈ અગ્રાવત, ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારિયા
અપક્ષ: અમિત દેવાભાઇ અવાડિયા, જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી, નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા, રાજેશભાઇ ચિમનલાલ રામાવત

વોર્ડ 2
ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા
કોંગ્રેસ: કોમલબેન સુનીલભાઇ કગથરા, જેતુનબેન જુમાભાઇ સુમરા, હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ, હુશેનભાઇ ભચુભાઇ ભટી
આપ: કાજલબેન જયેશકુમાર ધંધુકિયા, તેજલ કિરણભાઈ કાનગડ, જયેશ ખીમજીભાઈ સારેસા, ઈકબાલભાઈ હુસેનભાઇ કટિયા
બસપા: જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા
અપક્ષ: કેશવલાલ છગનલાલ શુકલ, રવિકુમાર કૈલાશભાઇ, હુસેનબાનુ જામ

વોર્ડ 3
ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા
કોંગ્રેસ: પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસિયા, હિતેશભાઈ લાલજીભાઈ મહેતા, અલ્પાબા વનરાજસિંહ જાડેજા, વનિતાબેન મુકેશભાઇ ગામી
આપ: સચિન કિશોરભાઈ મકવાણા, અંજલીબેન મહેશભાઈ પરમાર, અરુણાબેન બીપીનભાઈ વડસોલા, ચુનીલાલ માવજીભાઈ બાવરવા

વોર્ડ 4
ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર
કોંગ્રેસ: લખમણ ભૂરાભાઇ વરાણિયા, લીલાબેન શામજીભાઇ મજેઠિયા, ભાવનીક હસમુખભાઇ મુછડિયા
આપ: સંજયભાઈ નથુભાઈ સાલાણી, લલિતભાઇ વિરજીભાઇ ખરા, સવિતાબેન દિપકભાઇ ગણેશીયા, હંસાબેન બાબુભાઇ બાસપીયા
બસપા: નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર, અનિલભાઇ મોહનભાઇ ચાવડા

વોર્ડ 5
ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ
કોંગ્રેસ: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, મંજુલાબેન ગલાભાઇ પરમાર, વિજયાબેન અમરશીભાઇ મકવાણા, અમિત મનુભાઇ ભોજવીયા
આપ: રાજકુમાર મહિપતસિંહ જાડેજા, શોભનાબેન મુકેશભાઇ દેગામા, કૈલાશબેન સંજયભાઇ મુછડિયા, ગોપાલ રમેશભાઇ પરસાડીયા
બસપા: દિપક ચંદુભાઇ ટુંડિયા, કાંતિલાલ વીરજીભાઇ ખડોલા
અપક્ષ: હરીશભાઇ મોતીભાઇ રાતડીયા, સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા

વોર્ડ 6
ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા
કોંગ્રેસ: દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની, શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા, શબ્બીર અસગરઅલી ગુલાબી
આપ: ગફારભાઇ જુસબભાઇ ખોલેરા, રોનિત શૈલેષકુમાર લવા, રૂપલબેન રાકેશભાઇ મહેતા, કાજલબેન વિજયભાઇ રામાવત
અપક્ષ: સિતાબા અનોપસિંહ જાડેજા

વોર્ડ 7
ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ
કોંગ્રેસ: હિરલબેન તેજશભાઇ ટાંક,

RELATED ARTICLES

Most Popular

Recent Comments