HomeAllમોરબીના આમરણ ગામે 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીના આમરણ ગામે 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબી ભારત વિકાસ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ, સેવા ભારતી-ગુજરાત તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આમરણ ગામ ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં મોરબીનાં ડો. જયેશભાઈ પનારા, ડો. ચિરાગભાઈ અઘારા, ડો. ભાવેશભાઈ શેરસિયા, ડો. પુનીતભાઈ પડસુંબિયા, ડો. અજયભાઈ ફુલતરિયા, ડો. વિમલભાઈ દેત્રોજા, ડો. હિતેશભાઈ ડાભી વગેરે અનુભવી અને નામાંકિત ડોક્ટરોની ટીમએ સેવા આપેલ હતી.

અને ભારત વિકાસ પરિષદના સભ્યો હિંમતભાઈ મારવણિયા, ધ્રુમિલભાઈ આડેસરા, હિરેનભાઈ ધોરિયાણી, કૌશિકભાઈ અઘારા, રાજેશભાઈ ડાંગર, દિલીપભાઈ પરમાર વ્યવસ્થા માટે હાજર રહેલ હતા આ કેમ્પમાં નિ:શુલ્ક દવાનું વિતરણ પણ કરવામાં આવેલ હતું જેમાં સંસ્થાના સભ્ય અને ફાર્માસિસ્ટ રતિલાલભાઈ ચંદ્રાલાએ સેવા આપેલ હતી તેવી માહિતી અધ્યક્ષ હિંમતભાઈ મારવણિયા, સચિવ ધ્રુમિલભાઈ આડેસરા અને હિરેનભાઈ ધોરિયાણીએ આપેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments