HomeAllમોરબીમાં કારખાના દીઠ 50 લાખથી 1.5 કરોડનું નુકસાન : મોટો ખાડો પડયો

મોરબીમાં કારખાના દીઠ 50 લાખથી 1.5 કરોડનું નુકસાન : મોટો ખાડો પડયો

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પછીથી મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. છેલ્લા એક મહિનાથી કારખાના બંધ હોવાના લીધે 7 હજાર કરોડનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે.

અને પ્રત્યેક ઉદ્યોગકારને અંદાજે 50 લાખથી લઈને 1.50 કરોડ સુધીનું નુકસાન થયું છે હવે આ નુકસાનીને કવર કેવી રીતે કવર કરવી તે સૌથી મોટી ચેલેન્જ સિરામિક ઉદ્યોગકારો સામે છે જ્યારે પેપર વેસ્ટના ભાવમાં 25 ડોલરનો વધારો થવાથી પેપર મિલ ઉદ્યોગ ઉપર એક મહિનામાં 36 કરોડનું ભારણ વધી ગયું છે.

મનોજભાઈ એરવાડીયા
મોરબીના જુદાજુદા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકે છેલ્લા એક મહિનાથી સિરામિકના કારખાનાની અંદર મશીનરીઓ શાંત પડી છે કારણકે ગેસ મળતો ન હોવાના લીધે કારખાના બંધ થઈ ગયા છે અને મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં 650 જેટલા સિરામિકના કારખાના આવેલા છે અને આ ઉદ્યોગનું વાર્ષિક અંદાજે 60 થી 70 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. જોકે, છેલ્લા એક મહિનાથી કારખાના બંધ હાલતમાં હોવાના કારણે મોરબીનું અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે

વધુમાં કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગકારો દ્વારા છેલ્લા મહિનામાં સિરામિકના જે કન્ટેનર વિદેશ મોકલવા હતા તેમાંથી 700 થી વધુ કન્ટેનરો કંડલા અને મુદ્રા પ્લોટ ઉપરથી પરત આવી ગયા છે જોકે, આજની તારીખે લગભગ 700 થી 800 જેટલા કન્ટેનર હજુ પણ જુદા જુદા દેશના પોર્ટ ઉપર પડ્યા છે તે ક્યારે પાછા આવશે અથવા તો પાર્ટી સુધી પહોંચશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે અને પ્રત્યેક કન્ટેનરે 50 હજારથી લઈને 1.50 લાખ જેટલો ખર્ચો ઉદ્યોગકાને લાગશે.

નુકસાન
મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મળતો પ્રોપેન ગેસ બંધ થયો અને ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં મળતો ન હતો જેથી સિરામિક કારખાના બંધ થયા હતા અને છેલ્લા લગભગ એકાદ મહિના જેટલા સમયથી મોરબીના સિરામિક કારખાના બંધ હાલતમાં છે જેથી ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં નુકસાની છે.

તેવામાં પ્રત્યેક કારખાનેદારને અંદાજે ઓછામાં ઓછા 50 લાખથી લઈને વધુમાં વધુ દોઢ કરોડ સુધી આ યુદ્ધના કારણે નુકસાન થયું છે અને આ નુકશાની કેવી રીતે કવર કરવી તે સિરામિક ઉદ્યોગકારો માટે બહુ મોટી ચેલેન્જ છે. તેવું સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળી રહ્યું છે

ઉત્પાદન ઘટ્યું
મોરબીની પેપર મિલોમાં દર મહિને સરેરાશ 1.56 લાખ ટન જેટલુ પેપર પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકે, છેલ્લા 40થી 45 દિવસથી ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે જુદા જુદા ઉદ્યોગોને તેની અસર થઈ છે ત્યરે મોરબીનો પેપરમીલ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી મોરબી પેપરમીલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે મોરબીમાં જેટલી પેપરમીલ આવેલી છે.

તેમાં મોટાભાગની પેપર મિલોની અંદર 60 થી 70 % જેટલું જ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું જેથી કુલ ઉત્પાદનમાં 30 ટકા જેટલો પ્રોડક્શન લોટ છે એટલે કે અંદાજે 45,000 ટન જેટલુ ઉત્પાદન ઘટી ગયું છે.

કરોડોનું ભારણ વધી ગયું
ઈરાન અને ઇઝરલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાર પહેલા મોરબીના પેપરમીલ માલિકો દ્વારા લોકલ વેસ્ટ પેપર અને ઇમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરતા હતા જોકે, જે વેસ્ટ પેપરને ઈમ્પોર્ટ કરવામાં આવતો હતો તે પેપરના ભાવમાં યુદ્ધના કારણે ટને 25 ડોલરનો વધારો થઈ ગયો છે.

જેથી મહિને મોરબીના પેપર મિલ ઉદ્યોગકારો ઉપર અંદાજે 36 કરોડનું ભારણ વધ્યું છે જેથી આગામી સમયમાં મોરબીના પેપરમીલ ઉદ્યોગના તૈયાર થતા માલ ઉપર તેનું ભારણ આવશે અને તૈયાર માલની ભાવ પણ વધશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments