HomeAllમોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 105થી વધુ વિદ્યાર્થીઓને...

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મેઘપરની ઉત્તર બુનિયાદી વિદ્યાલયના 105થી વધુ વિદ્યાર્થીઓને પફનું વિતરણ

મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા સમાજસેવાના વિવિધ કાર્યો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત માળિયા તાલુકાના મેઘપર ગામ સ્થિત ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં અભ્યાસ કરતા 105થી વધુ વિદ્યાર્થીઓને પફનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય કાર્યક્રમમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા જીગ્નાશાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રુપના સભ્યોએ વિદ્યાર્થીઓને પફનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રસંગે ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, સમાજના વિવિધ વર્ગોને ઉપયોગી બને તેવી સેવાકીય પ્રવૃત્તિઓને સતત પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ શિક્ષણ, આરોગ્ય તથા સમાજહિતના વિવિધ ક્ષેત્રોમાં આવા લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના આ સેવાભાવી પ્રયાસની પ્રશંસા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments