HomeAllમોરબીના લીલાપર રોડ પર પાણીનો વેડફાટ, એક કિલોમીટર સુધી રોડ પર ભરાયા...

મોરબીના લીલાપર રોડ પર પાણીનો વેડફાટ, એક કિલોમીટર સુધી રોડ પર ભરાયા પાણી

મોરબી શહેરના લીલાપર રોડ વિસ્તારમાં પાણીની લાઇન અથવા વાલ્વમાં ખામી સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહેતું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત અને અનિયમિત પુરવઠાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીનો આ પ્રકારનો વેડફાટ સ્થાનિકોમાં ભારે રોષ પેદા કરી રહ્યો છે.

મળતી માહિતી મુજબ લીલાપર રોડ પર આવેલા આવાસ યોજના નજીક મુખ્ય પાણીની લાઇનમાંથી સતત પાણી લીક થતું રહેતા રોડ પર લગભગ એક કિલોમીટર સુધી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાણીની લાઇનમાંથી સતત રિસાવાના કારણે રોજ મોટી માત્રામાં શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર હજુ સુધી સમસ્યાના નિરાકરણ માટે ગંભીર બન્યું નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરી પાણીના વેડફાટને અટકાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ નાગરિકોને પૂરતું પાણી મળતું નથી અને બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર પાણી વહેતા રહેવું અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments