
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ભરાતી બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ થયેલ હોય ભોગ બનેલ સગીરાના પરિવારે પોલીસમાં જાણ કરી છે.

બી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, મૂળ માળિયા મિંયાણાના સરવડ ગામના અને હાલ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કામ સબબ મહેન્દ્રનગર ગામ પાસે ભરાતી બુધવારી બજારમાં ગઇ હતી.

ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ તે સગીરાનું ગત તા.11-3 ના બપોરના અપહરણ કરી ગયેલ છે.ઘરમેળે સગીરાની શોધખોળ કરવા છતાં તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ અજાણ્યા ઈસમની સામે ગુનો દાખલ કર્યો છે.જેની આગળની તપાસ પીએસઆઇ વિ.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે.
















