HomeAllમોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા...

મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ

વેપારીઓ દુકાનમાંથી નીકળી ગયા : પીજીવીસીએલની ટીમે દોડી ફોલ્ટ દૂર કર્યો : ભર બજારમાં કડાકા – ભડાકા

મોરબી: શહેરમાં આજે સવારથી આવીરત વરસાદ વરસી રહ્યો છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે મોરબીના નગર દરવાજા ચોકમાં પાનની દુકાન પાસે કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે વીજ વાયરોમાં કડાકા ભડાકા થવા લાગ્યા હતા જેથી ત્યાં વેપારીઓ સહિતના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને આ અંગેની તાત્કાલિક પીજીવીસીએલ માં જાણ કરવામાં આવતા સ્થળ ઉપર આવીને કાર્યવાહી કરી હતી

ચોમાસા દરમિયાન ઘણી વખત વીજ વાયરો તૂટી પડવાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેવામાં જો મોરબી શહેરની વાત કરીએ તો આજે સવારથી મોરબીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ બપોરે 4:00 વાગ્યા સુધીમાં વરસી ગયો છે અને હજુ પણ વરસાદી માહોલ હોય વરસાદ થવાની શક્યતાઓ છે દરમ્યાન મોરબીના નગર દરવાજા ચોકમાં આર્ય પાન અને શિવ આઈસ્ક્રીમની વચ્ચેના ભાગમાં કોઈ કારણોસર ઇલેક્ટ્રીક વાયરોમાં શોર્ટ સર્કિટ થવા લાગી હતી.

જેથી વેપારીઓ પોતાની દુકાનની બહાર નીકળી ગયા હતા અને ચાલુ વરસાદ હોવાને કારણે વીજ વાયર ચાલુ હાલતમાં તૂટીને નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા હતી જેથી કરીને ત્યાં હાજર રહેલા વેપારીઓ સહિતના લોકોને દુકાનથી દૂર કર્યા હતા અને ત્યારબાદ આ અંગેની પીજીવીસીએલમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પીજીવીસીએલ નો સ્ટાફ સ્થળ ઉપર આવ્યો હતો અને જે જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ હતી ત્યાં કામગીરી કરીને વીજ પુરવઠાને કાર્યરત કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Most Popular

Recent Comments