HomeAllહવે ઉતર ગુજરાત - કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી : સવારથી ધોધમાર

હવે ઉતર ગુજરાત – કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી : સવારથી ધોધમાર

દીયોદર – ભાભરમાં 6.75 ઈંચ વરસાદ ખાબકયો : પાટણ-બનાસકાંઠા – ગાંધીનગર – મહીસાગર સહિતના જિલ્લાઓમાં વ્યાપક વરસાદ : કચ્છના રાપરમાં 2 ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ પાણી વરસ્યુ

રાજકોટ: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત પછી હવે ઉતર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ હોય તેમ વાવ, પાટણ, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે.

રાજયમાં આજે સવારથી ઉતર ગુજરાતમાં મેઘસવારી જામવા લાગી હતી. વાવ-થરાદના દીયોદરમાં સવારે છ થી બપોરે 12 વાગ્યા સુધીના છ કલાકમાં 6.73 ઈંચ વરસાદ વરસી ગયો હતો.

ભાભરમાં 6.50 ઈંચ પાણી વરસ્યુ હતું. પાટણના રાધનપુરમાં 5.24 ઈંચ, સંતલામપુરમાં 4.92 ઈંચ, અરવલ્લીના ધનસુરામાં 4.06 ઈંચ, બનાસકાંઠાના ઓગઢમાં 4 ઈંચ, મહીસાગરના વીરપુરમાં 4 ઈંચ, ગાંધીનગરના દેગામમાં 3.75 ઈંચ, સુઈ ગામમાં 3 ઈંચ તથા મહીસાગરના લુણાવાડામાં 3.31 ઈંચ વરસાદ થયો હતો.

બનાસકાંઠાના હદાદ, પંચમહાલમાં સહેરા, મહેસાણાના ખેરાલુ, મહીસાગરના બાલાસિનોર, અડાણા, કોટંબા, મોડાસા સહિતના તાલુકાઓમાં બે થી ત્રણ ઈંચ પાણી વરસ્યુ હતું. સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના અમુક ભાગોમાં પણ મેઘરાજાનું જોર જોવા મળ્યું હતું. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી બપોર સુધીના છ કલાકમાં અમરેલીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

બગસરામાં અઢી ઈંચ, કુકાવાવમાં પોણા ત્રણ ઈંચ પાણી વરસ્યુ હતું. કચ્છના રાપરમાં બે ઈંચ, અમરેલીના લાઠીમાં બે ઈંચ, ભચાઉમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments