
મોરબીમાં આગામી સમયમાં નિલેશ એરવાડિયાની આગેવાની હેઠળ કિસાન સંમેલન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગઈકાલે નિલેશ એરવાડીયાના નિવાસી પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, ખેડૂતોના હક, હિત અને સન્માન માટે સરદાર સેનાની રચના કરવામાં આવશે સમગ્ર ગુજરાતની અંદર સરદાર સેના દ્વારા ખેડૂતોના હિત માટે લડત ચલાવવા આવશે.હાલમાં જે રીતે હકાભા દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નિલેશ એરવાડિયાય કહ્યું હતુ કે,જો ભવિષ્યમાં મારા ઉપર આક્ષેપો થશે તો હું સરદાર સેનામાંથી પણ હટી જઈશ.

જેતપર ગામે 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલ્યું હતું. જેના 18 માં દિવસે નિલેશભાઈ એરવાડીયા અને હકાભા ગઢવીનો એક ઓડિયો વાયરલ થયો હતો ત્યારબાદ આંદોલન સમિતિએ તાત્કાલિક નિર્ણય લઈને નિલેશભાઈને આંદોલનની છાવણીમાંથી હટી જવા માટે સમજાવ્યા હતા ત્યારબાદ નિલેશભાઈ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને 19 માં દિવસે આંદોલનની છાવણી ખાતે ઉપવાસ કરતા ઉપવાસીઓના આંદોલન સમિતિના સભ્યોના કહેવાથી દીકરીઓના હસ્તે પારણા કરી દેવામાં આવ્યા હતા જોકે આજે નિલેશભાઈ એરવાડીયાએ પોતાના નિવાસ્થાન ખાને ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી તા 18/7 ને શનિવારના રોજ રવાપર ગામે બહુચર મંદિરની સામેના ભાગમાં આવેલ મેદાનમાં કિસાન સંમેલનનું આયોજન તેમના ઉપર હકાભા ગઢવી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે ઓડિયો વાયરલ થયો હતો તે બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે મારી સામે આક્ષેપો થયા છે મેં હકાભા પાસેથી કોઈ રૂપિયા લીધા નથી માટે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી અને જે રીતે હાલમાં આક્ષેપો થયા છે .

આવી રીતે જો ભવિષ્યમાં તેમની સાથે કોઈપણ પ્રકારના આક્ષેપો થશે તો તેઓ સરદાર સેનાથી પણ હટી જવા માટે તૈયાર છે કારણ કે ખેડૂત આંદોલન સમિતિ હોય કે સરદાર સેના હોય તે ખેડૂતોના હિત માટે કામ કરે છે અને તેમના લીધે જો આ સંસ્થાઓને કે ખેડૂતોને નુકસાન થાય તેવું હોય તો તેઓ તેનાથી હટી જવા માટે તૈયાર છે. હાલમાં સરદાર સેનાની શરૂઆત મોરબી જિલ્લાથી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સરદાર સેનાની રચના કરવામાં આવશે અને આ સેના ખેડૂતોના હિત, હક અને અધિકાર માટે લડત ચડાવશે .

અને જો અધિકારીઓ અને સરકાર કાયદામાં રહેશે તો અમે પણ કાયદામાં રહેશું અને જો તેઓ કાયદો તોડશે તો સરદાર સેના પણ કાયદો તોડશે જો ખેડૂતોની બહેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવશે.

તો સરદાર સેના મૌન નહીં રહે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને મોરબીમાં યોજનાર કિસાન સંમેલનમાં કોઈ મોટા નેતા આવશે કે નહીં તે સવાલના જવાબમાં નિલેશેભાઈએ કહ્યું હતું કે આ ખેડૂત સંમેલન છે તેમાં કોઈપણ ખેડૂતો આવી શકે છે અને આગામી સમયમાં રાકેશ ટિકેટ જેવા રાષ્ટ્રીય લેવલના ખેડૂત નેતાઓ પણ આવી શકે છે.

મંગળવારે પદયાત્રા
મોરબીના જેતપર ગામેથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું વળતર મેળવવા માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે હવે સત્યાગ્રહ પાર્ટ -3 તરફ આગળ વધી રહ્યું છે અને સત્યાગ્રહ પાર્ટ 3 અંતર્ગત કાલે મંગળવારે મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને મહિલાઓને જોડાવા માટે આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવી છે અને વીજ વાયરનો કોરિડોર પસાર થાય છે જેની સામે ખેડૂતોને પાસેરામાં પૂણી જેટલું વળતર આપવામાં આવતું હોય ખેડૂતોમાં ભારે નારાજગી છે જેથી 19 દિવસ સુધી મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે સત્યાગ્રહ પાર્ટ-3 માં સરકાર દ્વારા વીજ લાઈન અને વીજપોલના વળતર માટે જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે તે માન્ય નથી તેના માટે જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અને મોરબીમાં વિશાળ પદયાત્રા યોજાશે આ પદયાત્રા આગામી તા. 14/7 અને મંગળવારના રોજ મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાશે જેમાં માત્ર જેતપર કે મોરબી જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂત ભાઈઓ તથા મહિલાઓને જોડાવા માટે થઈને આંદોલન સમિતિ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.
















