HomeAllવરસાદના વરતારા ખોટા સાબીત થયા : આગાહીકારો સામે ગુનો દાખલ કરવા વિજ્ઞાન...

વરસાદના વરતારા ખોટા સાબીત થયા : આગાહીકારો સામે ગુનો દાખલ કરવા વિજ્ઞાન જાથાની માંગ

રાજયના 60 તાલુકામાં અપુરતો વરસાદ પણ નહી વરસતા ભારત જન વિજ્ઞાન જાથાએ વરસાદના વરતારા કરનારા સામે ગુનો દાખલ કરવા માંગણી ઉઠાવી છે.
જાથાના જયંત પંડયા જણાવે છે કે વરસાદના વરતારા જુલાઈ મધ્ય સુધીની તમામ આગાહીઓનું કડડભૂસ થયું છે. રાજયના 60 તાલુકામાં વરસાદ પડયો નથી. અતિ વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો નિરાશ થયા છે. ઓછા અને મધ્યમ વરસાદથી ખેડુતો વરસાદની રાહ જોવે છે.

આ સ્થળો ઉપર બિયારણ બળીને ખાખ થઈ જવાનું છે. ખેડુતોને કરોડો રૂપિયાના નુકશાનની ભીતિ છે તેવા સંજોગોમાં વરતારા કરનારા તમામ સામે ગુન્હો દાખલ કરવા વિજ્ઞાન જાથાએ માંગણી કરી છે. વગર વરસાદે વરતારા કરનારાને કુદરતે ધોઈ નાખ્યા છે.

તેમાંથી ઘડો લઈ કાયમી વરતારા બંધ કરવા જાથાએ આલબેલ કરી છે. ખેડુતોને હવે પછી કયું વાવેતર કરવું તે ચિંતાનો વિષય છે. વરતારા કરનારા ઉપર ભરોસો કરવો એટલે પોતાના પગ ઉપર કુહાડો મારવા સમાન હોય સત્યનો સ્વીકાર કરવા જાથા આહવાન કરે છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે જુલાઈ મધ્ય સુધીના તમામ વરતારા ખોટા સાબીત થયા છે. વારંવાર તારીખો બદલાવી પોતાના બચાવ સ્થિતિમાં આવી ગયા છે. ખેડુતોને મુર્ખ બનાવવાના પ્રયાસને લોકો ઓળખી ગયા છે. રાજય રેલવે વાવણી સફળ થઈ નથી.

વર્ષા પરિસંવદાના તમામ આગાહીકારો, પ્રસિદ્ધિ ખોટા વરતારા કરનારા તમામ પાસે વિજ્ઞાન ઉપકરણ નથી. સેટેલાઇટ ઉપર જોઇ અનુમાન, ધારણા કરે છે પણ વિજ્ઞાનની ભેટ છે. મુર્ખામીનું પ્રદર્શન બંધ કરવા જાથાએ ચીમકી આપી છે.

સોગંદનામા ઉપર પાંચ દિવસમાં 31 ઓગસ્ટ સુધીની જાહેરાત કરી વિશ્વસનીયતા સાબિત કરવા જાથા પડકાર ફેંકે છે. અમુક વરતારા કરનાર પોતે ખોટા સાબિત ન થાય તે માટે બીજા પાસે આગાહી કરાવી બચાવ પક્ષ ઉભો કરવાના પ્રયત્નને જાથા વખોડે છે. સાથે આવા વરતારા કરનાર સામે ગુનો નોંધવા માંગણી ઉઠાવી છે.

પ્રાચીનકાળમાં ઋતુચક્રમાં પર્યાવરણ, પ્રદૂષણ અને કુદરતી-પ્રાકૃતિક નિયમોનું માનવી પાલન કરતો હતો ત્યારે ઉપકરણો ન હોવાના કારણે તે સમયે અનુભવી વરતારા સ્તુત્ય હતાં. આજે મુર્ખામીનું પ્રદર્શન વિજ્ઞાન કેન્દ્રોના અભિપ્રાય સ્પષ્ટ, ચોક્કસ તારણો, વિશ્વસનીયતાના પાયા ઉપર હોય છે.

આગાહીકારો પોકળ જાહેરાત સાથે ગુમરાહ કરનારા કથનો કરતાં હોય છે. વિજ્ઞાનનો ડગલેને પગલે ઉપભોગ કરનારા જયારે વરતારાને મદદ કરવા તત્પર થાય તે દરિદ્ર માનસિકતાની નિશાની છે. આવા શખ્સો સમાજને ભારોભાર નુકશાન, અહિત કરે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments