સન્માનની ગૌરવભરી ક્ષણ, જનસેવાના સંકલ્પને મળી નવી પ્રેરણાવાંકાનેર તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવાકીય કામગીરી બદલ સન્માન

વાંકાનેર : 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિનના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવાકીય કામગીરીને બિરદાવતાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મારા માટે ગૌરવ, આનંદ અને પ્રેરણાની ક્ષણ બની છે.સમાજ અને જનસેવા માટે કરવામાં આવતી નાની-મોટી કામગીરીની વહીવટી તંત્ર દ્વારા નોંધ લઈ તેને બિરદાવવામાં આવે તે મારા માટે અત્યંત ગૌરવની વાત છે.

મળેલું આ સન્માન ભવિષ્યમાં વધુ ઉત્સાહ, નિષ્ઠા અને જવાબદારી સાથે જનસેવા, સમાજહિત અને વિકાસના કાર્યોમાં કાર્યરત રહેવાની પ્રેરણા આપશે.આ સન્માન બદલ વાંકાનેર તાલુકા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આ સન્માનને હું મારી વ્યક્તિગત સિદ્ધિ તરીકે નહીં, પરંતુ લોકો દ્વારા મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસ, મળેલા સહકાર અને પ્રેમ-આશીર્વાદના સન્માન તરીકે સ્વીકારું છું.આગામી સમયમાં પણ જનસેવાના કાર્યોમાં હંમેશા આગળ રહી લોકોની સેવા તથા ગામના વિકાસ માટે નિષ્ઠા અને સમર્પણભાવથી કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરું છું.આપ સૌના પ્રેમ, વિશ્વાસ, સહકાર અને આશીર્વાદ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. (Photo: Ajay Kanjiya)






















