HomeAllરાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક પર્વ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જીવનનગરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન, રાષ્ટ્રીય એકતા રેલી, મશાલ સરઘસ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની પ્લાનીંગ સમિતિના પૂર્વ ચેરમેન ચેતનભાઈ સુરેજાએ ધ્વજ ફરકાવી નાગરિકોને વિકાસકાર્યોમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. વોર્ડ નં. ૧૦ના પૂર્વ કોર્પોરેટર નિરૂભા વાઘેલાએ સરકારની યોજનાઓ તથા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અંગે માહિતી આપી હતી.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૪૫ વર્ષથી જીવનનગરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. લોકતંત્રમાં નાગરિકો સર્વોપરી છે અને દરેક નાગરિકે પોતાના અધિકારો તથા ફરજો અંગે જાગૃત રહેવું જોઈએ.

રાષ્ટ્રીય એકતા રેલી અને ધ્વજવંદનમાં વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, પૂર્વ નગરસેવક ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, શહેર ભાજપના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મનિષભાઈ દેડકીયા, પિયુષભાઈ રાજપરા, હર્ષદભાઈ જલુ, ડૉ. આશિષભાઈ મકવાણા, મહેન્દ્રસિંહ ચુડાસમા, કપિલભાઈ ગજ્જર, રોહિતભાઈ શાહ, શ્યામભાઈ કટ્ટા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, ભાવેશ બુંદેલા, પાર્થ ગોહેલ અને વિનોદરાય ભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા.

મહાદેવધામના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ અને પાર્થ ગોહેલના આયોજનથી સુશોભન, સ્વચ્છતા, ઘર-ઘર તિરંગો અને રંગોળી સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. અનિલ જ્ઞાન મંદિરના આચાર્યા છાયાબેન દવેના સહયોગથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવનનગર સમિતિના વિજયભાઈ જોબનપુત્રા, અનંતરાય ગોહેલ, પંકજભાઈ મહેતા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, રાજુભાઈ, બારોટભાઈ, કેતન મકવાણા, ભાવેશ બુંદેલા, વિપુલ પંડયા તથા મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, ભક્તિબેન ખખ્ખર, હર્ષાબેન પંડયા, કિર્તીબેન કગથરા, યોગીતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, પ્રફુલ્લાબેન બોરીયા, ભદ્રાબેન ગોહેલ, દિવ્યાબેન, નેહાબેન અને જીગીષાબેન સહિત સૌએ ભારે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમમાં શૌર્યગીત, એકપાત્રીય અભિનય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અનિલ જ્ઞાન મંદિર તથા સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલના છાત્ર-છાત્રાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહાદેવધામ ખાતે આગામી નવરાત્રિ મહોત્સવ માટે બાળાઓના પ્રવેશ પત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments