HomeAllમોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

મોરબીમાં રામચોકથી ભક્તિનગર સર્કલ સુધી નાગરિકોને અવરજવર માટે સુવિધા મળે અને જાહેર માર્ગો પર દબાણ ન થાય તે હેતુસર શહેરના રોડ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી મનપાની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

જાહેર માર્ગો પર ફેરીયાઓ દ્વારા કરાયેલ દબાણને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી રસ્તાઓને દબાણમુક્ત રાખવા માટે સમયાંતરે દબાણો દૂર કરવામાં આવે છે. દરમ્યાન નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં દબાણરૂપ તથા ટ્રાફિકને નડતરરૂપ ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

તેમજ હોર્ડીંગ/ કીઓસ્ક દુર કરવામાં આવ્યા હતા . આ ઉપરાંત રામ ચોકથી ઉમિયા સર્કલ, સામાકાંઠે ગેંડા સર્કલ અને લાલ બાગની દીવાલ પાસે કરવામાં આવેલા દબાણ દૂર કર્યા હતા અને ઘણા દબાણ કરનારાઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવેલ હતો.

આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર કિઓસ્ક તથા હોર્ડિંગ બોર્ડ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments