HomeAllબંગાળમાં 'દીદી' નહીં હવે 'દાદા'ની સરકાર: શુભેન્દુ અધિકારી હશે નવા મુખ્યમંત્રી, આવતીકાલે...

બંગાળમાં ‘દીદી’ નહીં હવે ‘દાદા’ની સરકાર: શુભેન્દુ અધિકારી હશે નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ લેશે

પશ્ચિમ બંગાળમાં આગામી સીએમ શુભેન્દુ અધિકારી હશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો છે. તેમના નામ પર તમામ ધારાસભ્યોએ સહમતિ આપી અને હવે થોડી વારમાં રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શુભેન્દુ અધિકારીનું સીએમ બનવું ઐતિહાસિક ઘટના છે.

કેમ કે પાર્ટીની આ ધારાસભ્ય દળની બેઠકમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.કોલકાતામાં કાલે યોજાશે ભવ્ય શપથગ્રહણ સમારંભ અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પાસેથી સરકાર બનાવવાનું નિમંત્રણ મળ્યા બાદ શનિવાર સવારે 10 વાગતા કોલકાતામાં શુભેન્દુ અધિકારીનો ભવ્ય શપથગ્રહણ સમારંભ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે-તૃતિયાંશથી વધારે પ્રચંડ બહુમત મળ્યો છે અને પશ્ચિમ બંગાળમાં પહેલી વાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નામની જાહેરાત કરી, જનતાને સંબોધન કર્યું શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે, આજે ભાજપ તરફથી પશ્ચિમ બંગાળ વિધાનસભા સભ્યોની એક બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે મને અને મોહન ચરણ માઝીજીને પર્યવેક્ષક તરીકે અમને અહીં મોકલ્યા છે. તમામ પ્રસ્તાવ અને સમર્થનમાં એક જ નામ મળ્યું છે, કોઈ બીજું નામ નથી આવ્યું. હું શુભેન્દુ અધિકારીને ધારાસભ્ય દળના નેતા તરીકે નિર્વાચિત કરુ છું.

અમિત શાહે મુખ્યમંત્રીના નામની જાહેરાત પછી ત્યાં હાજર તમામ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું, “આજે ભારતીય જનતા પાર્ટી પાસે એટલો મોટો ધારાસભ્યોનો જૂથ છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને હું વંદન કરું છું. મિત્રો, સૌથી પહેલા હું બે હાથ જોડીને ખૂબ જ જવાબદારી સાથે પશ્ચિમ બંગાળની જનતાને દિલથી ધન્યવાદ આપું છું. કમ્યુનિસ્ટોના સમયમાં જે વાતાવરણ હતું, તેને મમતા દીદીએ વધુ ડરામણું બનાવી દીધું હતું.

ત્યાં મત આપવાનો અધિકાર લગભગ અશક્ય હતો. આપણા સામે અનેક ઉદાહરણો છે. એ ક્રૂરતા વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી અને આપણા નેતા નરેન્દ્ર મોદીના વિશ્વાસ પર બંગાળની જનતાએ અમને ભવ્ય વિજય આપ્યો છે, એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાર્ટીની તરફથી પણ કહેવું છું કે બંગાળની જનતાએ જે અપેક્ષાઓ રાખી છે, જે આશા સાથે મોટું મેન્ડેટ આપ્યું છે, એ વિશ્વાસને ક્યારેય તોડી ન નાખીએ, એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું.

દરેક કાર્યકર્તાનું દાયિત્વ છે કે ‘નવું સોનાર બાંગ્લા’ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધીએ અને બંગાળની જનતાની અપેક્ષાઓ પૂરી કરીએ.” શુક્રવારે બંગાળના ધારાસભ્યોની બેઠક પછી અમિત શાહે ઘુસણખોરી અને ગૌતસ્કરી મુદ્દે કડક શબ્દોમાં કહ્યું, “આજે ત્રિપુરામાં અમારી સરકાર છે, આસામમાં અમારી સરકાર છે અને હવે બંગાળમાં પણ અમારી સરકાર છે. હવે ઘુસણખોરી અને ગૌતસ્કરી અશક્ય બનશે.” “દીદી”ને સુવેન્દુ અધિકારીએ તેમના ઘરમાં હરાવ્યા છે.

ગઈ ચૂંટણીમાં સુવેન્દુ દાએ દીદી (મમતા બેનર્જી)ને નંદીગ્રામમાં હરાવ્યા હતા. મેં દીદીનું એક ઇન્ટરવ્યુ જોયું હતું, જેમાં તેઓ કહેતા હતા કે, ‘હું તેમના ઘરે લડવા ગઈ હતી.’ પણ આ વખતે તો સુવેન્દુ દાએ આપના ઘરે આવીને તમને હરાવ્યા છે. સુવેન્દુ અધિકારીએ મમતા દીદીને બે વાર હરાવ્યા છે.

એ માટે હું ભવાનીપુરની જનતાનો પણ દિલથી આભાર માનું છું.” બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો થયો આ અગાઉ 7 મેના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે 17મી વિધાનસભાને ભંગ કરી દીધી હતી, જેની સાથે જ મમતા બેનર્જી સરકાર બેદખલ થઈ ગઈ હતી. મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપવાની ના પાડી દીધી હતી, પણ જ્યારે 17મી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો રાજ્યપાલે તેને ભંગ કરી દીધી. હવે નવી સરકાર ગઠનનો માર્ગ મોકળો થઈ ગયો છે. શનિવારે શુભેન્દુ અધિકારી, મુખ્યમંત્રી પદના શપથ લેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments