HomeAllમોરબી સિરામીક એકમો માટેની ECGC નીતિ સહિતના નિર્ણયો લેવાયા

મોરબી સિરામીક એકમો માટેની ECGC નીતિ સહિતના નિર્ણયો લેવાયા

મોરબીમાં તાજેતરમાં મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે મોરબી સિરામિક એસો.ના આગેવાનોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ હતી જેમાં વિદેશમાં ECGC પોલીસી સાથે, LC સાથે અને એડવાન્સ પેમેન્ટ સાથે વેપાર કરવો વિગેરે જેવા નિર્ણય કરવામાં આવેલ છે.

મોરબી સિરામીક એસો.ના હોલ ખાતે તાજેતરમાં સિરામીક પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા સમયમાં માલના વેચાણ માટે પેમેન્ટ ટર્મ્સને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ECGC પોલીસી સાથે વેપાર કરવો,

LC (લેટર ઓફ ક્રેડિટ) સાથે વેપાર કરવો, એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવો, ફસાયેલ પેમેન્ટ્સ માટે અલગ પ્લેટફોર્મ બનાવવું અને અન્ય પેમેન્ટ સિસ્ટમ માટે પોલિસી તૈયાર કરવી વિગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય ઉદેશ એક્સપોર્ટમા ફસાયેલ પેમેન્ટ રીકવર થાય અને નવા પૈસા ફસાય નહિ તે હતો.

આ મિટિંગમાં કેપેક્સિલના ચેરમેન નિલેષ જેતપરીયા, મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને નરેન્દ્રભાઈ સંઘાત તેમજ ઓલ ઇન્ડિયા સિરામીક મર્ચન્ટ એક્સપોર્ટર એસો.ના પ્રમુખ ઉપેનભાઈ નાગર અને મોટી સંખ્યામાં મર્ચન્ટ એક્સપોર્ટર્સે હાજર રહ્યા હતા

વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું. કે, ભવિષ્યમાં આ પ્લેટફોર્મ સિરામીક એક્સપોર્ટર્સ માટે મજબૂત બ્રિજ તરીકે કામ કરશે. મર્ચન્ટ એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તેમજ સપ્લાયર્સ સ્તરે જે પણ સમસ્યાઓ છે તેને વાચા આપીને તેના ઉકેલ માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. જેથી સિરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂત અને સુરક્ષિત રીતે આગળ વધી શકે. અને હાલમાં જે મિટિંગ મળી હતી તેમાં લેવામાં આવેલા નિર્ણયથી મોરબી તેમજ સમગ્ર ભારતના સિરામીક એક્સપોર્ટને નવી ઊંચાઈઓ મળશે તેવો વિશ્વાસ આગેવાનો સહિતના લોકોએ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments