
મોરબી, તા. ૬ જુલાઈ: મોરબી શહેરની અગ્રણી કોમ્પ્યુટર શિક્ષણ સંસ્થા નવકાર કોમ્પ્યુટરે પોતાની સફળ કામગીરીના ૧૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ કોર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના સ્ટાફ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહેલા દિલીપ મકવાણા (AICES હેડ), મિરાણીભાઈ , અલ્પેશભાઈ ગાંધી , જાડેજાભાઈ, અનિલભાઈ , કલ્પેશ પુજારા , કાસુંદાભાઈ , ધર્મેન્દ્રભાઈ , અશોકભાઈ , ભાવેશભાઈ હડિયલ, કિશોરભાઈ, હર્ષદ કંઝારિયા તથા જીતેન્દ્ર પિત્રોડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં ચાલતા CCC, TallyPrime, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ટાઇલ્સ ડિઝાઇનિંગ, C Language તેમજ લેટેસ્ટ AI કોર્ષમાં શ્રેષ્ઠ ગુણાંક સાથે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે સ્થાન મેળવનાર ૪૦થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નવકાર કોમ્પ્યુટરમાં અભ્યાસ પૂર્ણ કરી આજે સરકારી સેવા તેમજ સિરામિક ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ૩૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્ટાફ સભ્યોને પણ આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અંદાજે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના સંચાલક દિપેશ દોશીએ જણાવ્યું હતું કે, નવકાર કોમ્પ્યુટર છેલ્લા ૧૩ વર્ષથી ગુણવત્તાસભર કોમ્પ્યુટર શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે અને આગામી સમયમાં પણ આધુનિક ટેક્નોલોજી આધારિત શિક્ષણ દ્વારા યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવા માટે સંસ્થા સતત કટિબદ્ધ રહેશે.


















